Connect Gujarat
શિક્ષણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલની મોટી જાહેરાત

પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે:

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલની મોટી જાહેરાત
X

પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે: હસમુખ પટેલ પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે. IPS હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી.

આ તમામ જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 બપોરના 3 વાગ્યાથી તા.30/04/2024 રાત્રિના 23:59 કલાક સુધી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ જાહેરાત અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ જાહેરાત કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Next Story