ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર, GSSSB પરીક્ષાની તારીખ થઈ જાહેર

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર

New Update
ગેસસબ્

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી- અધિક્ષકની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર અને હિસાબનીશ સહિતના પદ પર કુલ 266 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રિલીમ પરીક્ષા લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

gujarat sgssssb 

પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સહિતની અન્ય સૂચનાઓ મંડળની ઓફિશિયલ વેબસાઈટ gsssb.gujarat.gov.in પર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહે.