GSSSBની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, વાંચો શું પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો ફેરફાર

GSSSBની પરીક્ષા પધ્ધતિના ફેરફારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ હવે 2 તબક્કામાં પરીક્ષા મંડળ દ્વારા પરીક્ષા લેવાશે

New Update
GSSSBની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, વાંચો શું પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisment

GSSSBની પરીક્ષા પધ્ધતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. GSSSBની પરીક્ષા પધ્ધતિના ફેરફારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ હવે 2 તબક્કામાં પરીક્ષા મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બંને કચેરીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ઉમેદવારો ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. ગૌણ સેવા પસંદગી મંડળની તાંત્રિક, બિન તાંત્રિક પરિક્ષાની પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર અંગેના પરિપત્ર મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે.

Advertisment

જેમ પ્રથમ તબક્કામાં તાર્કિક 30, ગાણિતિક 30 માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના 30 માર્કની પરીક્ષા લેવાશે. તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના 30 માર્કની પરીક્ષા લેવામાં આવશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગિતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે.

Latest Stories