Connect Gujarat
શિક્ષણ

શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, બદલી કેમ્પોની તારીખ જાહેર, વાંચો વધુ

નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, બદલી કેમ્પોની તારીખ જાહેર, વાંચો વધુ
X

શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે, લાંબા સમયથી રાહ જોઇ રહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.



લાંબા વિવાદ બાદ થોડા સમય અગાઉ જ બદલી મુદ્દે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પ્રથમ વાર નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 02 જૂનથી 1 જુલાઈ 2023 સુધી યોજાશે. આ માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટ્વિટ કરીને આપી છે...

Next Story