CA ફાઇનલ અને ઇન્ટરનું પરિણામ જાહેર,ભરૂચના 19 વિદ્યાર્થીએ સફળતા પ્રાપ્ત કરી

ICAI એ 11મી જુલાઈ 2024 ના રોજ CA  ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યુ હતું.તે પરિણામના આધારે ભરૂચ કેન્દ્રમાં 19 વિદ્યાર્થીઓ CA બન્યા છે

New Update
CA Result 2024
ભરૂચ કેન્દ્ર માંથી 19 વિદ્યાર્થીઓએ CA ફાઇનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય હતા.જેમને સન્માનિત કરવા માટે મીટ એન્ડ ગ્રીડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ICAI એ 11મી જુલાઈ 2024 ના રોજ CA  ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યુ હતું.તે પરિણામના આધારે ભરૂચ કેન્દ્રમાં 19 વિદ્યાર્થીઓ CA બન્યા છે, અને 6 વિદ્યાર્થીઓએ CA ફાઈનલ પરીક્ષાના જૂથ માંથી કોઈ એક પાસ કર્યું હતું.જ્યારે 15 વિદ્યાર્થીઓએ IPCC પરીક્ષા પાસ કરી હતી. 
CA inter Result
આ કઠિન પરીક્ષાને પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ICAI ભવન, ભરૂચ - ચેરપર્સન CA ક્રિષ્ના માથુર અને સેક્રેટરી CA  વ્રિન્દા વખારિયા દ્વારા તારીખ 16મી જુલાઈ એ મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેઓએ નવા CA સભ્યો તથા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.
CA inter Result 2024
Latest Stories