/connect-gujarat/media/post_banners/59b197dc5cab4a855fffd2a5638e5565b09e4438042db42d00064b942cc3dc6a.webp)
CBSE એ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે.શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% બાળકો પાસ થયા છે.CBSE એ નિર્ણય લીધો છે કે આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી આપશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે. જેમાં 84.67% છોકરાઓ અને 90.68% છોકરીઓ પાસ થયાં છે. છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ, ડિજીલોકર અને બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. 1 લાખ 25 હજાર 705 વિદ્યાર્થીઓ પૂરક (કમ્પાર્ટમેન્ટ) પરીક્ષા આપશે.વિદ્યાર્થીઓ 16 મેથી તેમના પરિણામની ફોટોકોપી અને પુન:મૂલ્યાંકન કરાવી શકશે. બોર્ડે 2024ની પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે.CBSE 10મીની પરીક્ષા દેશમાં 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષામાં 3883710 ઉમેદવારોએ હાજરી આપી હતી. ધોરણ 10ના 2186940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 1696770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.