/connect-gujarat/media/media_files/2025/06/25/cbse-new-rule-2025-06-25-19-04-30.jpg)
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ ધોરણ10ની બોર્ડ પરીક્ષા માટે મોટી જાહેરાત કરી છે. હવે વર્ષમાં બે વખતCBSE ધોરણ10ની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે.વર્ષ2026થી આ નવો નિયમ લાગુ થશે.CBSEએ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાના મોડલને મંજૂરી આપી દીધી છે. ધોરણ10ની પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજાશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી પરીક્ષાના પરિણામ એપ્રિલમાં અને મેમાં યોજાનારી પરીક્ષાના પરિણામ જૂનમાં જાહેર થશે.
ધોરણ10ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષામાં ભાગ લેવો અનિવાર્ય છે. બીજી મેમાં યોજાનારી બોર્ડ પરીક્ષાનો વિકલ્પ વૈક્લ્પિક રહેશે. પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી પોતાના માર્ક્સ સુધારી શકશે. નવા નિયમોના કારણે ઈન્ટરનલ અસેસમેન્ટ વર્ષમાં એક જ વખત થશે.
CBSEતરફથી ફેબ્રુઆરીમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો,તે અનુસાર,પ્રથમ તબક્કાની પરીક્ષા17ફેબ્રુઆરીથી6માર્ચ દરમિયાન આયોજિત થશે.જ્યારે બીજા તબક્કાની પરીક્ષા5થી20મેના રોજ આયોજિત થશે.પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં પાઠ્યક્રમ એક જ રહેશે. અને સંપૂર્ણ પાઠ્યક્રમ સામેલ થશે. જે પણ વિદ્યાર્થી આ બંને પરીક્ષામાં ભાગ લેવામાંગતા હોય તેમના પરીક્ષા કેન્દ્ર એક જ રહેશે.
CBSEદ્વારા ધોરણ10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને લાભ થશે.જેમાં પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ફરીવાર પરીક્ષા આપી પોતાના માર્ક્સમાં સુધારો કરી શકશે. સૌથી વધુ માર્ક્સને અંતિમ પરિણામ તરીકે સ્વીકારવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં વધુ માર્ક્સ આવ્યા હોય અને બીજામાં ઓછા તો પહેલી પરીક્ષાનું પરિણામ અંતિમ ગણાશે.