Connect Gujarat
શિક્ષણ

16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ સેન્ટરો પર કેન્દ્ર સરકારની લાલ આંખ

16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ સેન્ટરો પર કેન્દ્ર સરકારની લાલ આંખ
X

કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે કહ્યું છે કે આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ બાદ સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાંયધરી જેવી ગેરમાર્ગે દોરનારા વચનો આપીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે

વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અંગે સરકારને મળેલી ફરિયાદોને પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. "કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરશે નહીં. કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓની નોંધણી માટે માતાપિતાને ખોટા વચનો અથવા રેન્ક અથવા સારા ગુણની બાંયધરી નહીં આપી શકે માધ્યમિક શાળાની પરીક્ષા પછી જ વિદ્યાર્થીઓને કોચિંગ સંસ્થામાં પ્રવેશ આપવો જોઈએ.

ગાઈડલાઈન્સ અનુસાર, વિવિધ અભ્યાસક્રમોની ફી પારદર્શક અને વાજબી હોવી જોઈએ, અને લેવામાં આવતી ફીની રસીદો આપવી પડશે. જો વિદ્યાર્થી અધવચ્ચેથી જ અભ્યાસક્રમ છોડી દે તો બાકીના સમયગાળાની ફી પરત કરવી પડશે.

સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે જે પણ કોચિંગ સંસ્થાઓ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરે તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે તેમજ વધુ ફી વસૂલવા બદલ રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે.

Next Story