ઠંડીનો ચમકારો ઘટતા શાળાના સમયમાં ફેરફાર, ઠંડીને લીધે 30 મિનિટની અપાઇ હતી છૂટ, હવે સવારની શાળાઑ રાબેતા મુજબ કરવા આદેશ

ઠંડીનું પ્રમાણ ઓછું થતા શાળાનો સમય રાબેતા મુજબ કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા છે..

New Update
ઠંડીનો ચમકારો ઘટતા શાળાના સમયમાં ફેરફાર, ઠંડીને લીધે 30 મિનિટની અપાઇ હતી છૂટ, હવે સવારની શાળાઑ રાબેતા મુજબ કરવા આદેશ

ગુજરાતમાં શિયાળો હવે વિદાય લેવાની આર છે ત્યારે હવે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અહેસાર થતો હોય તેવી સ્થિતિ છે. ત્યાર કડકડતી ઠંડીનું પ્રમાણ ઓછું થતા શાળાનો સમય રાબેતા મુજબ કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા છે..

આ અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ જારી કર્યા છે. મહત્વનું છે કે તાજેતરમાં ઠંડીની કાતિલ લહેરને લઈને શિયાળાને કારણે સવારની શાળામાં 30 મિનિટની છૂટ આપવામાં આવી હતી. જેને હવે રાબેતા મૂજબ કરવામાં આવ્યો છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ઠંડીની તીવ્રતામાં સહેજ વૃદ્ધિ થઈ છે. 

Latest Stories