Connect Gujarat
શિક્ષણ

છોટાઉદેપુર : પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે, શુભારંભ કરાવતા મંત્રી ચુડાસમાએ આપ્યું નિવેદન.

X

"પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે.." જેતપુર ખાતે આવેલા કલારાણી ખાતે એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસ શુભારંભ કરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન સામે આવ્યું છે.

પાવીજેતપુરના કલારાણી ખાતે આદિવાસી વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે માટે એકલવ્ય ગ્રુપ કૉલેજનું શિક્ષણ મંત્રીના હસ્તે શુભારંભ કરાવતા રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. કે હું પંચમહાલ અને દાહોદ પ્રભારી મંત્રી હતો ત્યારે કાયમ આ જિલ્લાના નામની આગળ કે પાછળ "પછાત"નું વિશેષણ વાપરવામાં આવતું હતું. છોટાઉદેપુર જિલ્લા વિશે પણ કંઇક આવું સાંભળવા મળે છે. પછાતપણું મહેંણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા આદિજાતિ સમાજના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકારે આદિજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે નવબંધુ કલ્યાણ યોજનાથી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં સરકારે 18 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરી એમ વધુમાં ઉમેર્યું હતું.

અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમદાવાદ, ભાવનગર જેવા દુરના સ્થળે જતા હતા. આજે એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસ શુભારંભ હોવાથી અહીંના વિદ્યાર્થીઓને ઘરઆંગણે સુવિધાઓ ઉપલબ્ધ થશે જેનાથી અહીંયા વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઉંચું આવશે એમ જણાવ્યું હતું.

Next Story