Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ

X

ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સ્કૂલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં ગુનાના પ્રકાર બદલાય છે ત્યારે ટેકનોલોજીના સમન્વયથી સાંપ્રત પડકાર ઝીલી લઇ ફોરેન્સિક સાયન્સ એન્ડ જસ્ટિસની મદદથી પૂરાવાઓ અદાલતમાં રજૂ કરવામાં સરળતા થશે. પરિણામે ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપી બનશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ,સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ આર.એમ.છાયા, રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, ન્યાય વિદો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સ્કૂલ ઓફ લો-ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા 'ડેટા સાયન્સ એન્ડ લો' ના સમન્વય સાથે ના અભ્યાસક્રમો થી પ્રોફેશનલ એજ્યુકેશન મળતું હોવાથી ન્યાયિક પ્રક્રિયામાં પણ ભવિષ્યમાં ઝડપ આવશે. એટલું જ નહિ, ફોરેન્સિક સાયન્સ ની મદદથી પુરાવાઓને અદાલતમાં રજૂ કરવામાં પણ સરળતા થશે અને ડિજિટલ ફોરેન્સિક્સ તથા સાયબર ગુનાઓને અટકાવવામાં એક સક્ષમ ઇકો સિસ્ટમ ઉભી થશે

Next Story