સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ નવા નિયમો કર્યા જાહેર

વર્ગ 1 અને 2માં ભરતીને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. વર્ગ 1 અને 2ની ભરતી માટે લાંબા સમયથી

New Update
varg

વર્ગ 1 અને 2માં ભરતીને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. વર્ગ 1 અને 2ની ભરતી માટે લાંબા સમયથી નિયમોની રચના ચાલી રહી હતી.

Advertisment

નવા નિયમો હેઠળ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે. પ્રિલિમ અને મુખ્ય પરિક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉતિર્ણ થવું ફરજીયાત છે. પ્રિલીમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના આપવાના જવાબ રહેશે. મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટીનો ટેસ્ટ થશે. ભરતી પરીક્ષા પહેલા GPSC સિલેબસ જાહેર કરશે.

વર્ગ 1 અને 2 માં ભરતી ને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સાનાલિટી ટેસ્ટ થશે. ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર પ્રેફરન્સ સહિતના વિગતવાર નિયમોને લઈ ગેઝેટ જાહેર થયું છે. 

પહેલા પ્રિલિમ પરીક્ષા બે પેપર અને 400 માર્ક હતા જે હવે 200 માર્ક કરી દીધા. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અંગ્રેજી નિબંધ અને સામાન્ય અભ્યાસના ત્રણ પેપર 150-150 માર્કના રહેશે.  જેમાં બદલાવ કરીને બધા પેપર 250 માર્ક ગુજરાતી અને અંગ્રેજી પેપર ખાલી પાસ કરવા પૂરતા રાખ્યા છે. જેમાં 25 ટકા માર્ક એટલે કે દરેક ભાષાના પેપરમાં 75 માર્ક લાવવાના રહેશે. બાકીના નિબંધ સામાન્ય અભ્યાસના ત્રણના બદલે 4 પેપર કરવામાં આવ્યા છે. હવે ભાષાના પેપરના માર્ક મેરિટમાં ગણાશે નહી. ખાલી આ પેપરમાં પાસ થવું પડશે.

Advertisment
Latest Stories