ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 100 મદદનીશ ગ્રંથપાલની ભરતી જાહેર

GSSSB દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-3 સંવર્ગની કુલ 100 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

New Update
govt jobs

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારે વધુ એક સારો અવસર જાહેર કર્યો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-3 સંવર્ગની કુલ 100 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન માધ્યમથી ઓજસ વેબસાઈટ દ્વારા હાથ ધરવામાં આવશે. લાયબ્રેરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ભરતી સ્થિર નોકરી અને ભવિષ્યની સુરક્ષાનો સારો વિકલ્પ બની શકે છે.

આ ભરતી માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત છે. સાથે સાથે કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું તેમજ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન આવશ્યક ગણવામાં આવ્યું છે. આ લાયકાતો ધરાવતા ઉમેદવારો જ આ ભરતી માટે પાત્ર રહેશે, જેથી યોગ્ય અને કુશળ કર્મચારીઓની પસંદગી થઈ શકે.

પગાર ધોરણની વાત કરીએ તો પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પદ્ધતિ હેઠળ દર મહિને 26,000 રૂપિયા ચૂકવવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉમેદવારની કામગીરી સંતોષકારક હોવાનું જણાશે તો સાતમા પગાર પંચના લેવલ-4 મુજબ 25,500 થી 81,100 રૂપિયા સુધીના નિયમિત પગાર ધોરણમાં નિમણૂક મળવાની શક્યતા રહેશે. આ રીતે આ ભરતી લાંબા ગાળે આર્થિક સ્થિરતા પૂરી પાડે છે.

ઉંમર મર્યાદા મુજબ અરજી કરનાર ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો, મહિલાઓ, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોને સરકારના નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળશે. અરજી કરવા માટે ઉમેદવારોને [https://ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in) વેબસાઈટ પર જઈ ‘Current Advertisement’ વિભાગમાં GSSSB ભરતી પસંદ કરી ઓનલાઈન અરજી કરવી રહેશે. અરજી ફાઈનલ સબમિટ કર્યા બાદ ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ કાઢી રાખવી અનિવાર્ય છે. સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ તક ચૂકવી ન દેવા જેવી છે.

Latest Stories