Connect Gujarat
શિક્ષણ

GTUની 22 મીએ મોકૂફ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે પરીક્ષા રખાઈ હતી મોકૂફ

GTU દ્વારા મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે

GTUની 22 મીએ મોકૂફ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે પરીક્ષા રખાઈ હતી મોકૂફ
X

GTU દ્વારા 22 મીએ તારીખે યોજાનારી પરીક્ષા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે પરીક્ષાઓ હોટલ મેનેજમેન્ટ સેમ-1 અને 2ની પરીક્ષા 30 જાન્યુઆરીએ યોજાશે. જ્યારે આર્કિટેક્ચર સેમ 2ની પરીક્ષા 30 જાન્યુઆરીએ યોજાશે. તેમજ એન્જિનિયરિંગ સેમ 1/2 અને 4 ની પરીક્ષા 6 ફેબ્રુઆરીએ યોજાશે.

ગુજરાત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશનાં અનેક બિઝનેસમેન તેમજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. જેથી તા. 9 અને 10 જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ત્યારે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની મહેતન પર પાણી ફરી વળ્યું હતું.

Next Story