રાજ્યમાં ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર : સૌથી વધુ રાજકોટ, તો દાહોદનું સૌથી ઓછું પરિણામ : શિક્ષણ મંત્રી

ધો. 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ આવ્યું સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78% પરિણામ તો સૌથી ઓછું દાહોદનું 40.19% પરિણામ

રાજ્યમાં ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર : સૌથી વધુ રાજકોટ, તો દાહોદનું સૌથી ઓછું પરિણામ : શિક્ષણ મંત્રી
New Update

આજરોજ ગુજરાત રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે સૌથી વધુ 85.78 ટકા પરિણામ રાજકોટ જીલ્લામાં આવ્યું છે, જ્યારે સૌથી ઓછું 40.19 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. જોકે, બીજી તરફ પરિણામમાં વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થીનીઓ આગળ રહી છે, ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા પર અસર પડતી હતી. જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબુમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીનીઓ આગળ રહી છે.

આ વર્ષે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું 40.19 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે, જ્યારે A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવ્યા છે તેમણે નિરાશ થવાની જરૂર નથી. ગત વર્ષે કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાના સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

#ConnectGujarat #12th Science #12th Result #education news #12th Science Result #Exam Result #BoardExam #GSEB Result #12th Science Result 2022 #Science Result 2022 #www.gseb.org
Here are a few more articles:
Read the Next Article