ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઇ હતી. જેમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર હોય અથવા નાપાસ થયા હોય તે વિદ્યાર્થીઓ માટે આજથી પૂરક પરીક્ષા શરૂ થઈ છે.
બોર્ડની પરીક્ષાની જેમ જ આજે બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં ધોરણ 10ના 2 વિષયમાં નાપાસ હોય તેવા 12,000 વિદ્યાર્થીઓ આજથી પૂરક પરીક્ષા આપવાના છે.
આજે ધોરણ 10માં ગણિત વિષયનું પેપર છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી સાહિત્ય સાથે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સમગ્ર પરીક્ષાનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.