Connect Gujarat
શિક્ષણ

રાજ્યમાં ધો.6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે, 15 ઓગસ્ટ પછી નિર્ણય લેવાશે

રાજ્યમાં ધો.6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે, 15 ઓગસ્ટ પછી નિર્ણય લેવાશે
X

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં ધોરણ 6થી8ના વર્ગો શરૂ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જેમાં 15મી ઓગસ્ટ બાદ ધોરણ 6થી8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવાશે. હવે પછી યોજાનારી કેબિનેટ કક્ષાની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. રાજય સરકારે કોરોનાના કેસ ઘટતા ધો.9 થી કોલેજ સુધીમાં ઓફલાઈન શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પછી ધો. 6થી8માં પણ ઓફલાઈન વર્ગો શરૂ કરવા કોર કમિટીમાં નિર્ણય લેવાનું નકકી થયું હતું.

કોર કમિટીની મંગળવારે મળેલી બેઠકમાં આ મુદ્દે મતમતાંતર થતા છેવટે ધો.6થી8માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય હાલના તબક્કે પડતો મુકયો છે. જો કે,હજુ આ બાબતે કોઇ વચલો માર્ગ કાઢવા કે થોડો સમય રાહ જોવા વિચારણા થઇ રહીં હોવાનું સુત્રોનું કહેવું છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં હાજર મંત્રીઓ, નિષ્ણાંતો વચ્ચે મતમતાંતરો હોવાથી હજુ સુધી કોઇ ઠોસ નિર્ણય લેવાયો નથી.

Next Story