વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત, વાંચો ક્યારે યોજાશે પરીક્ષા..!

1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે, તથા તા. 8 ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે

New Update
વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત, વાંચો ક્યારે યોજાશે પરીક્ષા..!

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પગલે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે. તો બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ થનાર તબક્કાવાર પરીક્ષાને પણ સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં તા. 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે, તથા તા. 8 ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. તો બીજી તરફ, ચૂંટણી હોવાથી યુનિવર્સિટી અને કોલેજનો સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલો રહેશે. જેના કારણે તા. 22 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા તા. 13 ડિસેમ્બર અને તા. 8 ડિસેમ્બરથી શરૂ થનાર પરીક્ષા તા. 27 ડિસેમ્બરે યોજાશે. હાલ બન્ને પરીક્ષા સ્થગિત કરીને સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત આવતીકાલે તા. 10 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા યથાવત જ રહેશે.

Latest Stories