જો તમે આર્ટસ વિષય સાથે 12મું પાસ કર્યું છે, તો આ છે કારકિર્દીના વિકલ્પો, ખાનગી તેમજ સરકારી ક્ષેત્રે....

BA કર્યા પછી, તમે વિશેષતા માટે MA/ B.Ed/ D.El.Ed વગેરે પણ કરી શકો છો.

New Update
જો તમે આર્ટસ વિષય સાથે 12મું પાસ કર્યું છે, તો આ છે કારકિર્દીના વિકલ્પો, ખાનગી તેમજ સરકારી ક્ષેત્રે....

સમગ્ર દેશમાં CBSE સહિત વિવિધ રાજ્ય બોર્ડ દ્વારા 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આર્ટસ વિષયમાંથી 12મું ધોરણ પાસ કર્યું છે અને તેમના માતા-પિતાને ચિંતા છે કે તેઓએ આગળ કયો કોર્સ કરવો જોઈએ જેથી કરીને તેઓ પોતાનું સારું ભવિષ્ય બનાવી શકે. તમારી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલાક એવા કોર્સ વિશે જણાવી રહ્યા છીએ જેને કરીને ભવિષ્યમાં તમે સરકારી નોકરીની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ નોકરી મેળવી શકશો.

BA :-

આપણા દેશમાં, આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે BA સૌથી પ્રિય અભ્યાસક્રમો પૈકીનો એક છે. BA વિવિધ વિષયોમાંથી હાથ ધરવામાં આવે છે અને તે 3 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ છે. આ કોર્સ કર્યા પછી તમે સ્નાતક સ્તરની સરકારી નોકરીઓ માટે લાયક બનો છો. BA કર્યા પછી, તમે વિશેષતા માટે MA/ B.Ed/ D.El.Ed વગેરે પણ કરી શકો છો.

BALLB :-

BALLB એ પાંચ વર્ષનો કોર્સ છે જેમાં તમને કાયદો શીખવવામાં આવે છે. આ કોર્સ કર્યા પછી, તમે કોર્ટમાં વકીલ બનવાની લાયકાત મેળવો છો. આ પછી, તમે અન્ય યોગ્યતાઓ પ્રાપ્ત કરીને ન્યાયાધીશના સ્તર સુધી પહોંચી શકો છો. સારી કારકિર્દીની સાથે તમને ખ્યાતિ પણ મળશે.

બેચલર ઓફ જર્નાલિઝમ :-(BJMC)

ખાસ કરીને જોવા જઈએ લોકો વધારે જાગૃત અને તેમાય વિધ્યાર્થીઓ મીડિયા ફિલ્ડમાં વધારે આવવા મંડ્યા છે, મીડિયા ફિલ્ડમાં રસ ધરાવતા અને લેખન અને બોલવામાં રસ ધરાવતા લોકો માટે આ કોર્સ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ કોર્સ કર્યા પછી તમે ઉચ્ચ શિક્ષણ માટે માસ્ટર્સ પણ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી, તમને સ્નાતકની ડિગ્રી મળશે અને તમે મીડિયા ક્ષેત્રમાં નોકરી માટેની પણ સારી તકો રહેલી છે.