ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વની જાહેરાત, 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

New Update
ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વની જાહેરાત, 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન અરજી આજથી એટલે કે, 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2024 સુધી કરી શકાશે. 



ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પર તારીખ 16 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. અત્રે ફીની વાત કરીએ કો આ પરીક્ષા માટે ફી. રૂપિયા 350 એસબીઆઈ પે સિસ્ટમ મારફતે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પમ એસબીઆઈ બ્રાન્ચની ભરી શકાશે

Read the Next Article

ભરૂચ: વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વિટીસી ગર્લ્સ હાઈસ્કૂલમાં સન્માન સમારોહ યોજાયો

વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું

New Update
VTC Girls High School
ભરૂચમાં વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પુરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રઘુ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.