NEET UG પુનઃપરીક્ષામાં 813 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, 750 ગેરહાજર

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update
neet.png

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ NEET UG પુનઃપરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. હવે પરીક્ષા પૂર્ણ થયા પછી, NTA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમાં ફક્ત 813 ઉમેદવારો હાજર રહ્યા છે. આ પરીક્ષામાં 750 વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા. તેમાંથી કુલ 63 વિદ્યાર્થીઓને નિયમો અને ગેરરીતિઓને કારણે પરીક્ષામાં બેસવાથી અટકાવવામાં આવ્યા હતા.

જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો નથી તેઓ પણ પરીક્ષામાં ભાગ લઈ શકશે.

આવા ઉમેદવારો કે જેમણે પોતાની મરજીથી અથવા કોઈ કારણસર આ પરીક્ષામાં હાજરી આપી નથી તેઓ પણ NEET કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. નિયમો અનુસાર, તેઓ ગ્રેસ માર્ક્સ સિવાય મેળવેલા વાસ્તવિક ગુણના આધારે કાઉન્સિલિંગમાં ભાગ લઈ શકશે. ઉમેદવારોનો અંતિમ ક્રમ આ ગુણના આધારે નક્કી કરવામાં આવશે.

Latest Stories