નીટ પરીક્ષા,1563 વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી લેવા સુપ્રીમ કોર્ટનો આદેશ

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 પર મોટા સમાચાર આવ્યા છે. આખરે નીટમાં ધાંધલીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભર્યું છે.

author-image
By Connect Gujarat Desk
NEET
New Update

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 પર મોટા સમાચાર આવ્યા છે. આખરે નીટમાં ધાંધલીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભર્યું છે.

નીટ પરીક્ષા નું આયોજન કરનારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને NEET Grace Marks આપવામાં આવ્યા હતા.
હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે. NTAએ જણાવ્યું કે 23મી જૂને ફરીથી પરીક્ષા (1563) થશે ત્યારબાદ કાઉન્સેલિંગ થશે. NTAએ કહ્યું કે,ત્રીજી અરજીમાં પેપર લીકનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ નથી. NTAએ કહ્યું કે, પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે.NEET પરીક્ષાના પરિણામોને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ગ્રેસ માર્કસ, ફરીથી પરીક્ષા અને પરીક્ષા રદ કરવા સંબંધિત અરજીઓ પર આજે (13 જૂન) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
#પરીક્ષા #સુપ્રીમ કોર્ટ #નીટ પરીક્ષા #NEET-UG 2024
Here are a few more articles:
Read the Next Article