Connect Gujarat
શિક્ષણ

પંચમહાલ : બન્ને હાથ ગુમાવનાર હાલોલની દિવ્યાંગ દીકરીએ ધો.12 કોમર્સમાં 91.07% મેળવ્યા…

સ્નેહા ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા.

X

પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતી એક દિવ્યાંગ દીકરીએ ધોરણ 12 કોમર્સમાં 91.07 ટકા મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ દીકરી સુરત ખાતે આવેલી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત શાળામાં અભ્યાસ કર્યો હતો.

પંચમહાલના હાલોલની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા નારણ રાઠવાની દિવ્યાંગ દીકરીએ ધોરણ 12 કોમર્સમાં 91.07 ટકા મેળવી શહેર તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. સ્નેહા જ્યારે ધોરણ 2માં અભ્યાસ કરતી હતી, ત્યારે ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા. જોકે, દિવ્યાંગ હોવા છતાં સ્નેહાને ભણવાની બહુ ઇચ્છા હતી. આ ઉપરાંત તે પહેલેથી જ શાળા-પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે જ આવતી હતી.

સ્નેહા રાઠવાએ સુરત ખાતે આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શાળામાં ધોરણ 8થી અભ્યાસ કર્યો હતો, જ્યારે આ વર્ષે ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં વધુ મહેનત કરીને 91.07 ટકા મેળવવા સાથે એ' ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે ધોરણ 12ની કોમર્સની પરીક્ષામાં સારા ટકાએ પાસ થઈને હાલોલ અને પોતાની શાળાનું ગૌરવ વધાર્યુ છે. જેથી પરિવારના સભ્યોએ સ્નેહા રાઠવાનું મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી.

Next Story