પાટણ : શંખેશ્વર ખાતે જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ, હવે બાળકો શિખસે આંગળીના ટેરવે......

શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનાનો પ્રયાસ

પાટણ : શંખેશ્વર ખાતે જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ, હવે બાળકો શિખસે આંગળીના ટેરવે......
New Update

શંખેશ્વર ખાતે શરૂ કરાયું શિક્ષણ આપતું ડિજિટલ ATM

બાળકો હવે આંગળીના ટેરવે કરી શકશે અભ્યાસ

જન મંગલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે કરાયો પ્રયાસ

ધારાસભ્ય સહિત અનેક વિદ્યાર્થીઓ મોટી સંખ્યા હજાર

અત્યાર સુધી તમે રૂપિયા ઉપાડવાનું એટીએમ તો જોયુ હશે, પરંતુ હવે પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ જોવા મળશે કે જેના થકી વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે શિક્ષક વગર જ ખુબ સારો અભ્યાસ કરી શકશે, તો ચાલો જાણીએ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં..

આજના આ ડિજિટલ યુગમાં સમગ્ર ગુજરાત અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારની ક્રાંતિઓ લાવી રહ્યું છે. ત્યારે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનો પ્રયાસ પાટણ જીલ્લામાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. જૈનોની તિર્થ નગરી શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનાનો પ્રયાસ પાટણ જિલ્લામાં પ્રથમ વખત ઓલ ટાઈમ એજ્યુકેશન એટીએમ એટલે ડિજિટલ કોમ્પ્યુટર લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા શંખેશ્વર જેવા પછાત વિસ્તારની પસંદગી કરી દાતાએ ઉદાર હાથે 20 શૈક્ષણિક એટીએમ સેટ બનાવવામાં આવ્યાં છે.

#Patan #education news #Shankeshwar #શંખેશ્વર #ડિજિટલ એટીએમ #digital ATM #Shankeshwar News #શાંતિનાથ સેવા ચેરીટેબલ #ડિજિટલ શિક્ષણ #digital education #ડિજિટલ ક્રાંતિ #digital revolution
Here are a few more articles:
Read the Next Article