Connect Gujarat
શિક્ષણ

સાબરકાંઠા: બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર,સરકારના દાવા પોકળ સાબિત થયા

છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી

X

સાબરકાંઠા જિલ્લાના રણોદરા ગામના બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે કનેક્ટ ગુજરાતનો આ અહેવાલ અત્રે પ્રસ્તુત છે સાબરકાંઠા જિલ્લાના રણોદરા ગામના બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રણોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીના 90 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. દર વર્ષે શિક્ષણ વિભાગ બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં મોકલવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

નાનપણથી જ બાળકોમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા શિક્ષકો અને શિક્ષણ વિભાગ વધુ ધ્યાન આપી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ખર્ચવામાં આવતા કરોડો રૂપિયાનો વેડફાટ થયો છે. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારના રણોદરા ગામની સરકારી શાળાના ત્રણ ઓરડા બિનઉપયોગી જાહેર કરાયા છે. છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી.શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા 90 થી વધુ વિદ્યાર્થીઓને આકાશ નીચે ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.

Next Story