Connect Gujarat
શિક્ષણ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વેરાવળમાં સંસ્કૃત યાત્રા યોજાય, 650થી વધુ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા

ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં યુવક મહોત્સવની ઉજવણી નિમિત્તે સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

X

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કરાયું આયોજન

વેરાવળના રાજમાર્ગો પર નીકળી ભવ્ય સંસ્કૃત યાત્રા

રાજ્યભરમાંથી 650થી વધુ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 17માં યુવક મહોત્સવનીઉજવણી નિમિત્તે વેરાવળ શહેર ખાતે વિશાળ સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યુંહતું. વેરાવળના ટાવર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના સાનિધ્યમાંથી સંસ્કૃત યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વિશાળ સંસ્કૃત યાત્રા દરમ્યાન રાજ્યભરમાંથી 650 વધુ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠીયા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સૂર્યકાંતકુમાર સેનાપતિ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી સંસ્કૃત યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, ત્યારે “જયતું જયતું સંસ્કૃત જયતું”ના નાદ સાથે ઋષિકુમારોએ વેરાવળ પંથકનું વાતાવરણ ગુંજતું કર્યું હતું.

Next Story