શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ
શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ જાહેર
ગ્રામ પંચાયતની ફોર્મ્યુલા શિક્ષક સંઘમાં લાગુ કરાઈ
સમરસની ફોર્મ્યુલાથી પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી
શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે લીના દેસાઈની પસંદગી
સુરત જિલ્લા ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારો માટે યોજાનાર ચૂંટણી પહેલા સંઘ સમરસ જાહેર થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી,અને સર્વાનુમતે પ્રમુખ તરીકે લીના દેસાઈની નિમણુંક કરવામાં આવી હતી.
રાજ્યમાં જ્યારે ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય છે,ત્યારે ગામના હિતને ધ્યાનમાં રાખીને સમરસની ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે.ત્યારે આજ સિદ્ધાંતને સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં અમલ કરવામાં આવ્યો છે.શિક્ષક સંઘમાં પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી યોજાનાર હતી.પરંતુ શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે વાર્તાલાપ બાદ ચૂંટણી ન યોજાય અને નિર્વિઘ્ને પ્રમુખ,ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે તેવા પ્રયત્નોને વેગ આપવામાં આવ્યો હતો.
જે આખરે સફળ રહ્યો હતો,અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ચૂંટણી સમરસ જાહેર થઇ હતી.જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે લીના દેસાઈની નિમણુંક સાથે ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.અને સર્વાનુમતે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ બનાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રમુખ લીના દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષકોને લગતા તમામ સંઘના પ્રશ્નોને સરકાર સુધી રજૂઆત કરીને તેના નિરાકરણ માટે કામ કરવાની ખાતરી તેઓએ આપી હતી.