અંકલેશ્વરની SVEM શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા દાદા દાદી સ્પર્ધા યોજાઈ

SVEM શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓ વચ્ચેના સંબંધની ઉજવણી કરતી આનંદદાયક દાદા-દાદી સ્પર્ધાનું આયોજન કર્યું...

New Update

અંકલેશ્વર SVEMમાં યોજાઈ દાદા દાદી સ્પર્ધા 

શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા કરાયું આયોજન 

અગ્નિ રહિત રસોઈ,વેસ્ટ માંથી બેસ્ટ,રોલ પ્લેની યોજાઈ સ્પર્ધા 

118 જેટલા દાદા દાદીઓએ લીધો ઉત્સાહ પૂર્વક ભાગ 

સ્પર્ધકોની ખેલદિલીને બિરદાવતા નિર્ણાયકો

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત SVEM શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા દાદા દાદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત SVEM શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓ વચ્ચેના સંબંધની ઉજવણી કરતી આનંદદાયક દાદા-દાદી સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

આંતર-પેઢીના જોડાણને પ્રોત્સાહિત કરવા અને દાદા-દાદીની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાના ઉદેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નિર્ણાયક તરીકે ડૉ.લતા શ્રોફ,સંગીતા ભટ્ટ,ભારતી લોખંડવાલા,રાકેશ કુશવાહા,ચંદ્રિકા રાઠોડ,પ્રીતિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દાદા-દાદીએ અગ્નિ રહિત રસોઈ,વેસ્ટ માંથી બેસ્ટ,રોલ પ્લે સહિતની સ્પર્ધાઓમાં અંદાજે 118 જેટલા દાદા દાદીએ ઉત્સાહ પૂર્વક  ભાગ લીધો હતો.અને તેમની પ્રતિભાને દર્શાવી હતી.આ પ્રસંગે ઈન્ચાર્જ બિનુ મલિક અને નિર્ણાયકોએ દાદા દાદીને પ્રોત્સાહિત કરીને આ પ્રસંગને બિરદાવ્યો હતો.અને વિજેતાઓ તેમજ તમામ ભાગ લેનાર દાદા-દાદીને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Latest Stories