ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, રાજ્ય શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું પરિણામ આવતીકાલે તારીખ 5 મે 2025 સવારે 10:30 વાગ્યે જાહેર થશે.

New Update
12th board exam result 2025

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું પરિણામ આવતીકાલે તારીખ 5 મે 2025 સવારે 10:30 વાગ્યે જાહેર થશે.જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે.

12thexamresult

મંત્રી ડિંડોરે પર પોસ્ટ કરીને લખ્યું છે કેફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહસામાન્ય પ્રવાહવ્યવસાયલક્ષી પ્રવાહઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તારીખ 05/ 05 / 2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે બોર્ડની પરીક્ષાઓનું વહેલુ આયોજન કરવામાં આવ્યું હતું,અને પરીક્ષા પણ વહેલા પૂર્ણ થઇ હતી,ત્યારે હવે પરીક્ષાના પરિણામ પણ વહેલા જાહેર થશે,જેની શરૂઆત તારીખ 5મી મે થી થઇ રહી છે.

Latest Stories