ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, રાજ્ય શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું પરિણામ આવતીકાલે તારીખ 5 મે 2025 સવારે 10:30 વાગ્યે જાહેર થશે.