ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ છે વિકલ્પો, મેળવી શકો છો લાખોમાં પગાર....

જેમણે વિજ્ઞાન પ્રવાહમાંથી 12મું પાસ કર્યું છે તેઓનું એન્જિનિયર બનવાનું સપનું હોય છે.

New Update

ખાસ કરીને ધોરણ 10 પછી ,વિદ્યાર્થીઓ તેના રુચિ પ્રમાણેના વિષયો પસંદ કરીને તેમાં આગળ વધાતા હોય છે, ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ અને તેનું પરિણામ પરિણામ જાહેર થતાં, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતિત હોય છે કે તેઓએ તેમને કયા કોર્સમાં પ્રવેશ આપવો જોઈએ. જેથી તેમનું ભવિષ્ય સારું બની શકે. તો અહીં અમે વિજ્ઞાન પ્રવાહમાંથી 12મું પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે કેટલાક વિકલ્પો જણાવી રહ્યા છીએ, જેને કરવાથી તમે ભવિષ્યમાં લાખોમાં પગાર મેળવી શકો છો.

એન્જિનિયરિંગ :-

આપણા દેશમાં એન્જીનીયરીંગ શ્રેષ્ઠ ગણાય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમણે વિજ્ઞાન પ્રવાહમાંથી 12મું પાસ કર્યું છે તેઓનું એન્જિનિયર બનવાનું સપનું હોય છે. તમે આ ક્ષેત્રમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, એરોસ્પેસ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ન્યુક્લિયર એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકો છો. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, તમને ખાનગી તેમજ સરકારી નોકરી મેળવવાની તક મળશે, જેના દ્વારા તમે લાખોમાં પગાર મેળવી શકશો.

મેડિકલ ક્ષેત્રે પણ તક મળશે :-

સાયન્સમાં 12મું પાસ કર્યા પછી તમે મેડિકલ ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકો છો. આ માટે, તબીબી ક્ષેત્રમાં અનેક કોર્સ ઉપલબ્ધ છે જેમાં તમે એડમિશન લઈને તમારા સારા ભવિષ્યનો પાયો નાખી શકો છો.

તમે અધ્યાપન ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકો છો :-

જો તમે અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ તો ધોરણ 12 પછી તમે B.Sc./B.Ed અને પછી M.Sc./M.Ed કરી શકો છો. આ પછી તમે શિક્ષકની પોસ્ટ માટે સરકારી નોકરીઓમાં પણ ભાગ લઈ શકશો. આ સિવાય તમે ઉચ્ચ શિક્ષણ માટે વિજ્ઞાન વિષયમાં પીએચડી પણ કરી શકો છો અને વૈજ્ઞાનિક અને પ્રોફેસરની પોસ્ટ પર કામ કરી શકો છો.

Latest Stories