Connect Gujarat
શિક્ષણ

અમરેલી : વિદ્યાસભા સંકુલ ખાતે સ્કૂલ ઓફ એક્સીલન્સનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાયું...

શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું

X

વિદ્યાસભા સંકુલમાં લોકાર્પણ પ્રસંગનું આયોજન કરાયું

વિદ્યાસભા સંકુલને રાજ્ય સરકારની ભાગીદારી સાંપડી

જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સનું લોકાર્પણ

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના રહ્યા વિશેષ ઉપસ્થિત

ધો. 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને મળશે નિઃશુલ્ક શિક્ષણ

અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે રાજ્ય સરકારની ભાગીદારીથી જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું આધુનિકરણ થાય અને વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ કરે તેવા હેતુને સાકાર કરવા અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલ ઓફ એક્સીલન્સના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને મફતમાં આધુનિક શિક્ષણનો અધ્યાય મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યભરમાં આવી 16 આધુનિક શાળા બનાવવા માટે રાજ્ય સરકારે ધ્યેય નક્કી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ પ્રગતિ કરે અને ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવો ડબલ એન્જિનની સરકારનો ધ્યેય અમરેલીમાં સાકાર થયો છે.

Next Story