UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) મેન્સ 2024ના પરિણામો જાહેર કર્યા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) મેન્સ 2024 ના પરિણામો જાહેર કર્યા છે.

New Update
a

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (CSE) મેન્સ 2024 ના પરિણામો જાહેર કર્યા છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે.

મેન્સ ક્લિયર કરનારા ઉમેદવારો હવે ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે આગળ વધશે.મેન્સ પાસ કરનાર તમામ ઉમેદવારોએ હવે ઇન્ટરવ્યુ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. આ તમામ ઉમેદવારો 13મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી વિગતવાર અરજી ફોર્મ (ડીએએફ) ભરશે. તેના આધારે દિલ્હીના UPSCમાં તેનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે. UPSC ઇન્ટરવ્યુની તારીખો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરશે. SC, ST, OBC, EWS, PwBD અને ભૂતપૂર્વ સૈનિકો વગેરે હેઠળ અનામતનો લાભ મેળવવા માંગતા ઉમેદવારોએ પણ પૂર્વ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 06.03.2024 સુધીમાં જારી કરાયેલ અસલ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.