Connect Gujarat
શિક્ષણ

સાબરકાંઠા: હિમતનગરની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓને WELL COME કરાયા

સરકારી નર્સિગ કોલેજમાં આજે પ્રથમ વર્ષના વિધાર્થીઓનું વેલકમ કરાયું હતું અને રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત અને સન્માનપત્ર વિતરણ કરાયા

X

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગર આવેલ સરકારી નર્સિગ કોલેજમાં આજે પ્રથમ વર્ષના વિધાર્થીઓનું વેલકમ કરાયું હતું અને રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત અને સન્માનપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાબરકાંઠાના હિમતનગરની જૂની સિવિલમાંસર પ્રતાપ જનરલ હોસ્પિટલસર પ્રતાપ જનરલ હોસ્પિટલમાં ચાલતી સરકારી નર્સિંગ કોલેજમાં નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા 46 વિધાર્થીઓનું બીજા અને ત્રીજા વર્ષના વિધાર્થીઓએ ગુલાબનું ફૂલ અને મો મીઠું કરાવીને WELL COME કર્યું હતું. સમારોહનો પ્રારભ કોલેજના આચાર્ય સહીત પ્રોફેસરો અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો.સરકારી કોલેજનો બે દિવસીય વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો જેમ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Next Story