-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
આત્મીય હોલ ખાતે આયોજન
-
પાટીદાર સમાજ દ્વારા આયોજન કરાયું
-
વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ચર્ચા
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના આત્મીય હોલ ખાતે પાટીદાર સમાજની અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે. સરદારધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મીય હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મિટિંગ યોજાઈ હતી.

આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદહસ્તે કુલ 2000 દીકરા-દીકરીઓ માટે નિર્મિત આ આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જશવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા.
બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને કાર્યક્રમને ભવ્ય બનાવવા દિશા નિર્ધારિત કરવામાં આવી હતી.આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ, નિરલ પટેલ, શૈલાબેન પટેલ, સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,
