પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો આવી રહ્યા છે. પ્રારંભિક વલણો આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં બંગાળમાં તૃણમૂલને બહુમતી મળતી નજરે પડી રહી છે. તે 208 સીટો પર આગળ છે. જ્યારે ભાજપા 81 અને કોંગ્રેસ 2 સીટો પર આગળ છે. નંદીગ્રામ સીટ પર મમતા બેનરજી ભાજપાના શુભેન્દુ અધિકારીથી પાછળ ચાલી રહ્યા છે. બીજીતરફ, કેરળમાં સત્તાધારી લેફ્ટને બહુમતી મળતી દેખાય છે. જ્યારે, આસામમાં સત્તાધારી ભાજપા આગળ ચાલી રહી છે.
અપડેટ્સ
ચૂંટણીપંચે કહ્યું-ચૂંટણીની જીતનો જશ્ન મનાવતા દેખાતા લોકો પર FIR નોંધવામાં આવે
બંગાળમાં પ્રારંભિક અઢી કલાકમાં જ તૃણમૂલ કોંગ્રેસ 148 સીટોની બહુમતીના આંકડાને પાર કરી ગઈ (292 સીટોના હિસાબે 147) 189 સીટો પર પહોંચી ગઈ. જો કે, આ આંકડો 2016માં તૃણમૂલે જીતેલી 211 સીટોથી ઓછો છે.