ગાંધીનગર ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ કંપની સાથે રૂપિયા 6.99 કરોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે . આ છેતરપિંડી અનધિકૃત બિલો ચૂકવીને કરવામાં આવી છે. વર્ષ 2019-20ના ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જેથી કંપનીના સંચાલકોએ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, સરકારના અનેક વિભાગોમાં ઉચાપત ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે આ વખતે સેક્ટર-10માં આવેલા કર્મયોગી ભવન માં કાર્યરત ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ સાથે પણ કર્મચારીઓ ભેગા મળીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ, વર્ષ 2019-20નું ઓડિટ કરવામાં આવતા GILમાં રજીસ્ટ્રેશન નહીં ધરાવતી કંપનીઓને પણ અલગ-અલગ તબક્કે સાત કરોડ રૂપિયા ઉપરાંત ની રકમ ચૂકવી દેવામાં આવી હતી.

જેથી આ મામલે અહીં કામ કરતા કર્મચારીઓ પર જ શંકાની સોય સેવાઈ રહી છે. જો કે, કાર્યાલયની તપાસ બાદ આખરે ગઈ કાલે GIL દ્વારા સેક્ટર-7 પોલીસ મથકમાં આ મામલે છેતરપિંડી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે ફરિયાદ લઇ નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.