/connect-gujarat/media/media_files/2025/01/17/1aOLfNELYnirDGrlqq9n.jpg)
ધરતી પુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ ટીવી સિરિયલના લેખક ધીરજ મિશ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પર આ અકસ્માતની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું કે અમન ઓડિશન માટે જઈ રહ્યો હતો અને જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી.
અભિનેતાના મિત્રએ માહિતી આપી હતી કે અમન શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર તેમની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સમયે અભિનેતા બાઇક પર હતો. અમનના મિત્ર અભિનેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અકસ્માતના અડધા કલાક પછી તેનું મૃત્યુ થયું હતું. અમન જયસ્વાલ ટીવી શો ધરતીપુત્ર નંદિનીમાં તેમના કામ માટે જાણીતો હતો.