66 વર્ષીય દિગ્ગજ અભિનેતા આર.એસ. શિવાજીનું નિધન, કમલ હાસને કરી ભાવુક પોસ્ટ....

સાઉથ સિનેમાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેના કારણે દરેક લોકોના આધાત લાગ્યો છે.

New Update
66 વર્ષીય દિગ્ગજ અભિનેતા આર.એસ. શિવાજીનું નિધન, કમલ હાસને કરી ભાવુક પોસ્ટ....

સાઉથ સિનેમાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેના કારણે દરેક લોકોના આધાત લાગ્યો છે. 100 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આરએસ શિવાજીનું આજે લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે. શિવાજીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ડ્રીમાં મોટો ઝટકો લાગ્યો છે. આરએસ શિવાજી હાલમાં 66 વર્ષના હતા. શિવાજીએ શનિવારના રોજ ચેન્નઈમાં છેલ્લો શ્વાસ લીધો હતો. પોપ્યુલર ટ્રેડ એનાલિસ્ટ રમેશવાળાએ શિવાજીના નિધનની જાણકારી ટ્વિટર પર શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું હતુ કે, "મશહુર તામિલ એક્ટર આરએસ શિવાજીનું આજ સવારે ચેન્નઈમાં નિધન થયુ છે. તેમણે કહ્યું કે આ શુક્રવારના રોજ રિલીઝ થતી 'લકી મેન' માં તેમણે અભિનય આપ્યો હતો અને કેટલાય યાદગાર ભૂમિકાઓ નિભાવી છે, તેમની આત્માને શાંતિ મળે. " આરએસ શિવાજી સાથે કમલ હાસનનું સારુ બોન્ડિંગ હતું. તે બન્ને સારા મિત્ર હતા. તેઓ બન્નેએ કેટલીક ફિલ્મો સાથે કરી છે. શિવાજીના નિધનથી કમલ હાસનને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે ટ્વિટર પર દિવંગત અભિનેતાની એક તસ્વીર શેર કરી તેમને યાદ કરી ભાવુક પોસ્ટ કરી દુખ વ્યક્ત કર્યુ હતું. 

#India #actor #Emotional Post #Death #Kamal Haasan #Veteran actor #R.S. Shivaji
Latest Stories