Connect Gujarat
મનોરંજન 

બોલિવૂડ અભિનેતા આમિર ખાને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે ઉજવ્યો પોતાનો 59મો જન્મદિવસ

જેમાં તે 'લાપતા લેડીઝ'ની સ્ટાર કાસ્ટ અને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે પોતાનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ અભિનેતા આમિર ખાને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે ઉજવ્યો પોતાનો 59મો જન્મદિવસ
X

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન આજે 14મી માર્ચે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાના આ ખાસ દિવસે, તેના ચાહકો, પરિવારના સભ્યો અને બોલિવૂડ સેલેબ્સ સહિત ઘણા લોકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

હાલમાં જ આમિરની ઘણી તસવીરો જોવા મળી હતી, જેમાં તે 'લાપતા લેડીઝ'ની સ્ટાર કાસ્ટ અને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે પોતાનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા હતા.

આમિર ખાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે, જેમાં તે પેપ્સ, પૂર્વ પત્ની કિરણ રાવ અને લાપતા લેડિઝ ટીમ સાથે કેક કાપતા જોવા મળી રહ્યા છે, તેના જન્મદિવસના ખાસ દિવસે, આમિર બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરીને જોવા મળ્યા હતા. આ દરમિયાન કિરણ રાવ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેણે મલ્ટી કલરનો ડ્રેસ પહેર્યો હતો.

ફિલ્મની વાત કરીએ તો 'લાપતા લેડીઝ' અભિનેત્રી નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા અને સ્પર્શ શ્રીવાસ્તવ પણ આમિર ખાનના જન્મદિવસની ઉજવણીમાં જોવા મળ્યા હતા. આમિર ખાને કહ્યું હતું કે જો તમારે મને ગિફ્ટ આપવી હોય તો ફિલ્મ લાપતા લેડિઝની ટિકિટ ખરીદો અને જુઓ, તે મારી ગિફ્ટ હશે.

આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ' ભલે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન ન કરી રહી હોય, પરંતુ દરેક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. હવે આમિર ખાન ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ ટૂંક સમયમાં 'સિતારે જમીન પર'માં જોવા મળશે. આ સાથે તે 'લાહોર 1947' પણ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલ 'લાહોર 1947'માં લીડ એક્ટર તરીકે જોવા મળશે.

Next Story