અભિનેતામાંથી રાજનેતા બનેલ DMDK ચીફ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થઈ ગયું છે. મળતી જાણકારી અનુસાર તેઓ કોવિડ પોઝિટિવ હતા અને એમને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી હતી જેને કારણે એમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેન્ટર ઉપર રાખવામાં આવ્યા હતા.
પ્રખ્યાત તમિલ અભિનેતા અને ડીએમડીકેના સ્થાપક વિજયકાંત, જેને પ્રેમથી કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે, ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. વિજયકાંતને મંગળવારે MIOT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ બાદ હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વિજયકાંતે લગભગ 154 ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે DMDK પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ વિરુધાચલમ અને ઋષિવંદ્યમથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2011 થી 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બન્યા હતા