એક્ટ્રેસ કાશ્મીરા શાહને નડ્યો અકસ્માત, ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી માહિતી

એક્ટ્રેસ કાશ્મીરા શાહ તાજેતરમાં જ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત ઘણો મોટો હતો, જેમાં અભિનેત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હવે અભિનેત્રીએ દુર્ઘટના

New Update
kashmitra

એક્ટ્રેસ કાશ્મીરા શાહ તાજેતરમાં જ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત ઘણો મોટો હતો, જેમાં અભિનેત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હવે અભિનેત્રીએ દુર્ઘટના પછીની તસવીરો શેર કરી છે, જેમાં ઈજાને સાફ કરતી વખતે ઘણા નેપકિન્સ લોહીથી ખરડાયેલા હતા.કાશ્મીરીનો અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો તે સંબંધિત કોઈ માહિતી બહાર આવી નથી. કરિયરની વાત કરીએ તો, કાશ્મીરા શાહ તાજેતરમાં પતિ કૃષ્ણા અભિષેક સાથે રિયાલિટી કૂકિંગ શો લાફ્ટર શેફનો ભાગ બની હતી.

Advertisment
કાશ્મીરા શાહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો બતાવતા લખ્યું છે - મને બચાવવા માટે ભગવાનનો આભાર. તે ખૂબ જ ભયાનક અકસ્માત હતો. જે કાંઈ મોટું થવાનું હતું, તે નાનામાં સમેટાઈ ગયું. આશા છે કે હવે કંઈ ડરામણું થશે નહીં. દરેક દિવસની દરેક ક્ષણ જીવો. પાછા આવવા માટે રાહ જોઈ શકતા નથી. ખરેખર મારા પરિવારને યાદ કરી રહી છું.
Advertisment