સામંથા બાદ વધુ એક સાઉથ એક્ટ્રેસના તલાક! હવે એક્ટિંગમાં કરશે કમબેક

New Update
સામંથા બાદ વધુ એક સાઉથ એક્ટ્રેસના તલાક! હવે એક્ટિંગમાં કરશે કમબેક

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સને લોકો આઈડલ માને છે અને અહીં કેટલાક શ્રેષ્ઠ કપલના ઉદાહરણ પણ આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંથી અનેક યુગલો અલગ થઇ ગયા છે. જ્યારે નાગા ચૈતન્ય અને સામંથાએ તેમના અલગ થવાની જાહેરાત કરી, ત્યારે ચાહકો ચોંકી ગયા. ત્યાર બાદ રજનીકાંતના જમાઈ ધનુષ પણ તેમની પુત્રી ઐશ્વર્યાથી અલગ રહેવા લાગ્યા હતા. તેમના છૂટાછેડાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ પછીથી તેઓએ કોઈપણ કાગળની કાર્યવાહી કર્યા વિના અલગ થવાનો નિર્ણય કર્યો. હવે સાઉથના વધુ એક કપલના અલગ થવાના સમાચાર આવ્યા છે, જેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કપલના અલગ થવાના સમાચાર આવ્યા છે.

Advertisment

હકીકતમાં મેગા સ્ટાર રામ ચરણની કઝીન સિસ્ટર અને વરુણ તેજની બહેન નિહારિકા કોનિડેલા વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે એક પોસ્ટ દ્વારા છૂટાછેડા પર મૌન તોડ્યું છે. અભિનેત્રીએ આખરે ચૈતન્ય જોનાલગડ્ડા સાથે અલગ થવા પર પ્રતિક્રિયા આપી છે. નિહારિકા કોનિડેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેણે અને ચૈતન્યએ અલગ થવાનું નક્કી કર્યું છે અને આગળ વધવા માટે લોકો પાસેથી 'દયા અને સંવેદનશીલતા' માંગી છે. તેમણે દરેકની સમજણ બદલ આભાર પણ માન્યો.

Advertisment
Latest Stories