/connect-gujarat/media/post_banners/6dfecc1ccf76695214c0a5672dcd706ea3cc15be4251d06c8e5b6a6ba2fae437.webp)
90 ના દાયકામાં સલમાન ખાન સૌથી પ્રોમિસિંગ બેચલર હતો. તે સમયે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. પરંતુ સૌથી વધુ ચર્ચા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધોની થઈ હતી. સલમાન અને ઐશ્વર્યાએ ’હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મમાં સાથે કામ કર્યું. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ સંબંધો શરૂ થયા. સલમાનના એશ્વર્યા સાથેના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા.
એક સમય એવો પણ હતો જ્યારે ફાઇનલ હતું કે સલમાન ખાન ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરશે. પરંતુ એક વિવાદના કારણે આ સંબંધ તૂટી ગયો. વર્ષ 2001 માં ઐશ્વર્યાએ સલમાન સાથે બ્રેકઅપ કરી લીધું. બ્રેકઅપના એક વર્ષ પછી એશ્વર્યાએ તેમના સંબંધો વિશે મોટા ખુલાસા કર્યા હતા. એશ્વર્યાએ એક મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી વાતો જાહેર કરી હતી. એટલું જ નહીં એશ્વર્યાએ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને તેમાં કહ્યું હતું કે તે પોતાની ભલાઈ પોતાના સન્માન અને પરિવારની રિસ્પેક્ટ માટે સલમાન ખાન સાથે કામ નહીં કરે. એશ્વર્યાએ એવું પણ કહ્યું હતું કે સલમાન ખાનનું ચેપ્ટર તેના જીવનનું સૌથી ખરાબ ચેપ્ટર હતું અને તે એક ખરાબ સપના જેવો સમય હતો. પરંતુ હવે તે ખુશ છે કે તે સમય પૂરો થઈ ગયો. એશ્વર્યા રાય એ પોતાના સ્ટેટમેન્ટમાં એવું પણ કહ્યું હતું કે તેણે સલમાન ખાનનો સાથ આપ્યો. દારૂનું વ્યસન હોય કે અન્ય કોઈ તકલીફ તે સલમાન સાથે હંમેશા ઉભી રહી પરંતુ તેને બદલામાં શારીરિક શોષણ, મેન્ટલ શોષણ, દગો અને અપમાન મળ્યું. એશ્વર્યા રાય એ ત્યાં સુધી કહી દીધું હતું કે આ રિલેશનશિપમાં તેને કેટલાક ખૂબ જ ખરાબ અનુભવ થયા હતા.
મહત્વનું છે કે સલમાન ખાન સાથેના બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાય તરફથી આ સ્ટેટમેન્ટ 2 વર્ષ પછી જાહેર કરવામાં આવ્યું હતું. ફિલ્મ ચલતે ચલતેમાં શાહરુખ ખાન સાથે ઐશ્વર્યા હતી પરંતુ તેના સેટ ઉપર સલમાન ખાને હોબાળો કરતાં આ ફિલ્મમાંથી એશ્વર્યાને બહાર કરી દેવામાં આવી હતી.