એડવાન્સ બૂકિંગમાં સની દેઓલ સામે અક્ષય કુમારનું સૂરસૂરિયું, ગદર-2ના એડ્વાન્સ બુકિંગ માટે 3 કરોડની ટિકિટ વેચાઈ જ્યારે ઓએમજી-2 65 લાખ આસપાસ પહોંચી..

આવતાં સપ્તાહે બોક્સ ઓફિસ પર સની દેઓલની 'ગદ્દર ટૂ' નો મુકાબલો અક્ષય કુમારની 'ઓહ માય ગોડ-ટુ' સામે થશે.

New Update
એડવાન્સ બૂકિંગમાં સની દેઓલ સામે અક્ષય કુમારનું સૂરસૂરિયું, ગદર-2ના એડ્વાન્સ બુકિંગ માટે 3 કરોડની ટિકિટ વેચાઈ જ્યારે ઓએમજી-2 65 લાખ આસપાસ પહોંચી..

આવતાં સપ્તાહે બોક્સ ઓફિસ પર સની દેઓલની 'ગદ્દર ટૂ' નો મુકાબલો અક્ષય કુમારની 'ઓહ માય ગોડ-ટુ' સામે થશે. પરંતુ, ટ્રેડ વર્તુળોના અહેવાલો અનુસાર 'ગદ્દર ટૂ'ની સ્પર્ધામાં 'ઓએમજી-ટુ'નો ક્યાંય દૂર દૂર સુધી અતોપતો નથી. અક્ષય કુમારના લમણે વધુ એક નિષ્ફળતા લખાય તેવી આશંકા અત્યારથી વ્યક્ત થવા લાગી છે. ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારથી જ 'ગદર-ટુ'ની સાડા ત્રણ કરોડ રુપિયાની ટિકિટ વેચાઈ ગઈ છે. તેની સામે અક્ષય કુમારની 'ઓહ માય ગોડ-ટુ'ની માંડ ૬૫ લાખ આસપાસ ટિકિટ વેચાઈ છે. તેમાંથી પણ અક્ષય કુમારની અત્યાર સુધીની યુક્તિપ્રયુક્તિઓ જોતાં તેણે કેટલીય ટિકિટ્સ જાતે ખરીદાવી કે કોઈને પધરાવી હશે તેની કોઈ ગણતરી નથી. બીજી તરફ, 'ગદર -ટુ' માટે માત્ર મલ્ટીપ્લેક્સ જ નહીં પરંતુ અંતરિયાળ તાલુકા વિસ્તારોના સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં પણ જબ્બર એડવાન્સ બૂકિંગ થયાનું ટ્રેડ વર્તુળો જણાવી રહ્યા છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં 'ઓએમજી-ટુ' કરતાં 'ગદર-ટુ'ની એક લાખ ટિકિટ વધુ વેચાઈ છે. 'ઓએમજી ટૂ' ના નિર્માતાઓ આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મને ગળે પહેરાવી દેવા માગતા હતા પરંતુ અક્ષય કુમારની લાગલગાટ પાંચ ફિલ્મો સાવ ફલોપ ગઈ હોવાથી કોઈ ઓટીટી પ્લેટફોર્મે તેની ઊંટી કિંમત ચૂકવવા તૈયારી દર્શાવી ન હતી. આખરે અક્ષયે નાછૂટકે આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરવી પડી હતી. તેમાં પણ તેને સની દેઓલની 'ગદ્દર ટૂ ' સાથે બોક્સ ઓફિસ મુકાબલાનું જોખમ ખેડવાનું ટાળવાની સલાહ અગાઉ આપવામાં આવી હતી. પરંતુ, અક્ષયને એવો મદ હતો કે સની કરતાં તો મારો સ્ટાર પાવર સો ગણો વધારે છે. પરંતુ, અત્યારના ટ્રેન્ડને જોતાં અક્ષય કુમારનો માઠો સમય યથાવત જ રહે તેવી ધારણા છે. 

Latest Stories