અમેરિકન એક્ટર કાલ પેન TMKOCના સેટ પર પહોંચ્યા, તસ્વીરો કરી પોસ્ટ

ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેકનો ફેવરિટ શો છે. મેકર્સ અસિત મોદીના શોને લગભગ 15 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હાલમાં જ અમેરિકન એક્ટર કાલ

New Update
Screenshot_2024-11-12-08-39-26-97_1c337646f29875672b5a61192b9010f9

ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેકનો ફેવરિટ શો છે. મેકર્સ અસિત મોદીના શોને લગભગ 15 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હાલમાં જ અમેરિકન એક્ટર કાલ પેન આ શોના સેટ પર પહોંચ્યો હતો. કાલ પેને સેટ પર દરેક સાથે તસવીરો લીધી, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.અમેરિકન એક્ટર કાલ પેને તેના સોશિયલ મીડિયા પર જેઠાલાલ, અસિત મોદી, બબીતા ​​જી, અંજલિ ભાભી સહિતની બાકીની સ્ટાર કાસ્ટ સાથે તસવીરો પોસ્ટ કરી છે. આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર કોમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisment
અમેરિકન એક્ટર કાલ પેન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર પહોંચ્યા હતા. તમામ કલાકારો અને ક્રૂ મેમ્બરોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શોના તમામ સ્ટાર્સે પણ તેની સાથે તસવીરો ક્લિક કરાવી હતી. કાલ પેને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, કેટલાક નવા મિત્રો સાથે ગોકુલધામ સોસાયટીમાં. અસિત કુમાર મોદી અને તારક મહેતાના પરિવારનો આભાર. ખૂબ જ સરસ કલાકાર અને ક્રૂ, મને સેટ બતાવવા માટે આભાર.
Advertisment
Latest Stories