/connect-gujarat/media/post_banners/a89e7143286247cd18015a90c2d63f2f452de50ad3bacc1cc4abf1350d6eb866.webp)
વિક્કી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર' 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રણવીર કપુરની ફિલ્મ એનિમલ સાથે ક્લેશ હોવા છતા 'સેમ બહાદુર' ને દર્શકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે આ સાથ તે કમાણી પણ સારી કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને આજે 6 દિવસ દિવસ પુરા થઈ ગયા છે અને આ 6 દિવસોમાં 30 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી લીધી છે. સેમ બહાદુરે પહેલા દિવસે 6.25 કરોડ રુપિયાથી ઓપનિંગ કર્યુ હતું. બીજા દિવસે ફિલ્મની કમાણી વધીને 9 કરોડ રુપિયા પર પહોચી ગઈ હતી. જ્યારે ત્રીજા દિવસે તેનુ કલેક્શન 10.3 કરોડ રુપિયા પર પહોચી ગયુ હતુ. આજે છઠ્ઠા દિવસ આવતાની સાથે ફિલ્મની રફતાર ધીમાી પડી છે પરંતુ શરુઆતના આંકડો ફિલ્મને બુધવારના 3.30 કરોડ પર પહોચી ગયો હતો. આ સાથે ફિલ્મ સેમ બહાદુરનું ટોટલ કલેક્શન 35.85 કરોડ પર પહોચી ગયુ છે. સેમ બહાદુર નું ઘટતુ કલેક્શન ક્યાક એનિમલ સાથે ક્લેશ કરી રહ્યુ છે. જો કે ક્લેશ બાદ પણ ફિલ્મ 33.92 કરોડ રુપિયાની કમાણી કરી ચુક્યુ છે, જે એક પોઝિટીવ પોઈન્ટ છે. વિક્કી કૌશલ સ્ટાર આ ફિલ્મ ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માનેતશોની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં વિક્કીએ સેમ માનેકશોની ભૂમિકા ભજવી છે. આ સિવાય ફાતિમા સના શેખ અને સામ્યા મલ્હોત્રા પણ ખાસ ભૂમિકા ભજવી રહ્યા છે.