300 VIP મહેમાનો સાથે ક્રૂઝ પર યોજાશે અનંત અંબાણી અને રાધિકાનું બીજુ પ્રી-વેડિંગ

300 VIP મહેમાનો સાથે ક્રૂઝ પર યોજાશે અનંત અંબાણી અને રાધિકાનું બીજુ પ્રી-વેડિંગ
New Update

બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ ફંક્શન 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાયું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને વિદેશી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. હવે લગ્ન પહેલા અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન થવાનું છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન 6 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે મુંબઈમાં યોજાશે. પરંતુ આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે જે 29મી મેથી શરૂ થશે અને 1, જૂન સુધી ચાલશે. બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઇટાલીમાં શરૂ થશે અને 1 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં સમાપ્ત થશે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. કારણ કે આ ફંક્શન ક્રુઝ પર યોજાશે. 300 VIP મહેમાનો આ ખાસ ક્રુઝ પર ફંક્શનમાં સામેલ થશે. આ ત્રણ દિવસીય ઇવેન્ટ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે અને મહેમાનો માટે નો-ફોન પોલિસી હશે.

#India #ConnectGujarat #Anant Ambani #Radhika #second pre-wedding #300 VIP guests
Here are a few more articles:
Read the Next Article