અનન્યા પાંડે બહેનની મહેંદી સેરેમનીમાં સ્મોકીંગ કરતી જોવા મળી, ફોટો થયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર છવાયેલ હોય છે. ભૂતકાળમાં તેણીએ લેક્મે ફેશન વીક માટે રેમ્પ વોક કર્યું હતું.

અનન્યા પાંડે બહેનની મહેંદી સેરેમનીમાં સ્મોકીંગ કરતી જોવા મળી, ફોટો થયો વાયરલ
New Update

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર છવાયેલ હોય છે. ભૂતકાળમાં તેણીએ લેક્મે ફેશન વીક માટે રેમ્પ વોક કર્યું હતું. હાલમાં જ અભિનેત્રીની પિતરાઈ બહેન અલાના પાંડેની મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રી અનન્યા પાંડે પણ જોવા મળી હતી. જોકે અનન્યા સ્મોકિંગ કરતી જોવા મળી છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેના પછી અભિનેત્રીને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

મંગળવારે અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન અલાના પાંડેએ મહેંદી ફંક્શન હતું. આ દરમિયાન અનન્યાએ ઓફ-શોલ્ડર બ્લાઉઝ સાથે બેબી પિંક કલરનો લહેંગા પહેર્યો હતો, જેની સાથે તેણે પોની બનાવી હતી. આ ઉપરાંત તેણે ન્યૂડ મેકઅપ કર્યો હતો. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો લુક સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો હતો. આ લુક સિવાય અભિનેત્રીની સ્મોકિંગની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પછી અભિનેત્રી ટ્રોલના નિશાના પર આવી ગઈ છે. તેણીની આ તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે, જેના કેપ્શનમાં લખ્યું છે - અનન્યા ધૂમ્રપાન કરતી હોવાની અપેક્ષા નહોતી. 

#India #spotted #Bollywood Celebs #Mehendi Ceremony #Cousin #Smoking #BeyondJustNews #Connect Gujarat #cigarettes #Ananya Pandey
Here are a few more articles:
Read the Next Article