અનિલ કપૂર 'બિગ બોસ ઓટીટી સીઝન 3' માટે મોટી રકમ ચાર્જ કરી રહ્યા છે. અનિલ કપૂરને 'બિગ બોસ OTT 3' હોસ્ટ કરવા માટે પ્રતિ એપિસોડ 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. આવી સ્થિતિમાં તે દર અઠવાડિયે 4 કરોડ રૂપિયા ચાર્જ કરશે. જેમાં તે શો માટે 16-18 એપિસોડ શૂટ કરશે અને પ્રમોશનલ એક્ટિવિટીઝમાં પણ સામેલ થશે. આટલું જ નહીં, તે પોતાના પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આખી સિઝનનો પ્રચાર પણ કરશે.જો કે, 10 વર્ષ પહેલા અનિલ કપૂરે નાના પડદા પર પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેણે લિમિટેડ સીરિઝ '24'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. જોકે, 2013 અને 2016માં રિલીઝ થયેલી સિરીઝની બંને સિઝન દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી.
વર્ષ 2010માં અનિલ કપૂરે અમેરિકન સિરીઝ '24'માં કામ કર્યું હતું. અનિલ આ સિરીઝના કોન્સેપ્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ જ કારણ હતું કે વર્ષ 2011 માં, અભિનેતાએ ફોક્સ પ્રોડક્શન પાસેથી આ સિરીઝના અધિકારો ખરીદ્યા હતા. જેના માટે તેણે અંદાજે 120 કરોડ રૂપિયાની રકમ પણ ચૂકવી હતી. તે પોતાના હોમ પ્રોડક્શનમાં '24'ની હિન્દી ભાષાની સિરીઝ બનાવવા માંગતા હતા. ઘણી ચેનલો તરફથી રિજેક્શન મળ્યા પછી, અભિનેતાએ કલર્સ ચેનલને તેના અધિકારો રૂ. 150 કરોડમાં વેચી દીધા. તે જ સમયે, તેણે તેને જાતે બનાવવાનું નક્કી કર્યું.